(૧) મેષ રાશિ – પુરુષ જાતિ, લાલ રંગ, નિસ્તેજ, ક્ષત્રિય વર્ણ અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. ચર સંજ્ઞક, અગ્નિતત્ત્વ, પિત્ત પ્રકૃત્તિ અને અલ્પ સંતતિવાળી રશિ છે. મેષ રાશિવાળા જાતક અહંકારી, જિદ્દી, સાહ્સી, મહત્વકાંક્ષી અને નેતૃત્વ શક્તિવાળા હોય છે. આ રાશિ દ્વારા મસ્તકનો વિચાર થાય છે. સેનાપતિ, સૈનિકો, નેતાઓ આ રાશિમાં આવે છે.
(૨) વૃષભ રાશિ – સ્ત્રી જાતિ, શ્વેતગૌર વર્ણ, કાંતિમાન, વૈશ્યવર્ણ, અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. ભૂમિતત્ત્વ, સ્થિર સંજ્ઞક, શિથિલ શરીરવાળી અને શુભકારક છે. આ રાશિના જાતકો વૈભવ અને વિલાસપ્રિય હોય છે. આત્મકેન્દ્રી હોવા છતાં દક્ષ અને વ્યાવહારિક હોય છે. આ રાશિ દ્વારા મુખ અને કપોલોને વિચાર થાય છે. સમૃદ્ધ કિસાનો, ફળફુલનો ઉધોગ કરનારા આ રાશિમાં આવે છે.
(૩) મિથુન રાશિ – પુરુષ જાતિ, હારિતવર્ણ, સ્વરૂપવાન, શૂદ્રવર્ણ અને પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી છે. વાયુતત્ત્વ, દ્રિસ્વભાવ અને મધ્યમ સંતતિવાળી છે. આ રાશિના જાતકો લલિતકલાસંપન્ન, વાકચતુર, વિદ્વાન અને ગ્રંથકારો હોય છે. આ રાશિ દ્વારા શરીરના ખભા અને બાહુઓનો વિચાર થાય છે. લેખકો, પ્રોફેસરો, વક્તાઓ, ધુતજ્ઞ અને કારકુનો આ રાશિમાં આવે છે.
(૪) કર્ક રશિ – સ્ત્રી જાતિ, ગૌરવર્ણ, મોહક, વિપ્રવર્ણ અને ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. જલતત્ત્વ અને ચરસંજ્ઞક, સૌમ્ય અને બહુ સંતતિવાળી આ રાશિ છે. આ રાશિના જાતકો અભિનયકળાસંપન્ન, વિધાભિરુચિવાળા, લલિતકલાપ્રેમી, વત્સલ અને વિલાસપ્રિય હોય છે. આ રાશિ દ્વારા વક્ષઃસ્થળ અને ગુર્દાનો વિચાર થાય છે, જળ્સંપત્તિનો વ્યાપાર કરનાર, નાવિકો અને વહાણવટીઓનો આ રાશિમાં સમાવેશ થાય છે.
(૫) સિંહ રાશિ -પુરુષ જાતિ, ગૌર – કેસરી વર્ણ, આકર્ષક, ક્ષત્રિય વર્ણ અને પુર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. પિત્ત પ્રકૃતિ અને અગ્નિતત્ત્વ, પુષ્ટ શરીર, વિશાળ સ્કંધ અને તેજસ્વી સ્વભાવની આ રાશિ અલ્પ સંતતિવાળી છે. ઉદાર અને સ્વાતંત્ર્યપ્રિય છે. અમલદાર, રાજનીતિજ્ઞો, સેનાનીઓનો આ રાશિમાં સમાવેશ થાય છે. આ રાશિ દ્વારા હ્ર્દયનો વિચાર થાય છે.
(૬) કન્યા રાશિ -
(૭) તુલા રાશિ -
(૮)વૃશ્ચિક રાશિ -
(૯) ધન રાશિ -
(૧૦) મકર રાશિ -
(૧૧) કુંભ રાશિ -
(૧૨)મીન રાશિ -
